Customer Care: +91 7211130451
Anaerobic Composting Bag
  • Home
  • Liquid Composting Bag
    • Full Size Composting Bag
    • Half Size Composting Bag
    • Plumbing Material Kit
  • Results
  • Blog
  • About
  • Contact
  • Click to open the search input field Click to open the search input field Search
  • Menu Menu
  • છાંછ નું ખાતર

છાશ: આયુર્વેદિક ઉકેલથી ખેતીમાં શ્રેષ્ઠ પોષણ

ભારત ની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિ ને પોષક એવી પશુઓના પાલન અને સંવર્ધન ની પ્રવૃતિ  અને વનસ્પતિ આહાર થી પ્રાણીઓ નું પોષણ કરીને તેના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુધન દ્વારા પ્રાપ્ત થતી છાશ એ કૃષિ ક્ષેત્રે ખૂબ લાભદાયી સાબિત થાય છે .છાશ  તો આપણે સૌ પીતા જ હોય છે, પણ શું તમે જાણો છો કે ખેતી માં પણ તમે ઘણા ઉદ્દેશ થી ઉપયોગ કરી ને ઓછા ખર્ચ માં ઘણું કામ કરી શકાય છે. તેમાં પણ વૈદિક રીતે  વાલોણાં મશીમ માં તૈયાર થતી છાશ ઉત્તમ પ્રકારની છે .

તો આવો જોઈએ છાશ કઈ-કઈ રીતે જૈવિક કૃષિ ને ઉપયોગી છે .

ખેતર ની જમીનમાં ગુણવત્તા વધારવા માટે ઉપયોગી: 

જીવાઅમૃત:

જીવાઅમૃત એ હવાની હાજરી માં તૈયાર થતું ખાતર છે. જીવામૃત બનાવવા માટે પણ દેશી ગાયની છાશ નો ઉપયોગ થાય છે.

વધુ વાંચો: જીવામૃત બનાવવાની સંપૂર્ણ માહિતી

Liquid Jivamrut

ગૌ કૃપા અમૃતમ:

ગૌ કૃપા અમૃતમ એ એક બેક્ટેરિયલ કલ્ચર છે,જે ગોપાલભાઈ સુતારીયા, બંસી ગિર ગૌશાળા ના સ્થાપક દ્વારા બનાવવામાં આવ્યું છે .  આ કલ્ચર બનાવવા માટે પણ ગાયની છાશ નો ઉપયોગ થાય છે.

વધુ જાણકારી માટે અહીં વાંચો: ગો કૃપા અમૃતમ બનાવવાની સંપૂર્ણ માહિતી

Go kripa amritam bacterial culture

એડવાન્સ જીવાઅમૃત :

એડવાન્સ જીવામૃત એ એનેરોબિક કમ્પોસ્ટિંગ બેગમાં બનાવવામાં આવે છે અને આમાં પણ ગાયની છાશ નો ઉપયોગ થાય છે. આ એડવાન્સ જીવામૃત હવા ની ગેરહાજરીમાં તૈયાર થાય છે. આ કમ્પોસ્ટિંગ બેગમાં તમને એડવાન્સ જીવામૃતની સાથે સાથે બાયોગેસ પણ બાય પ્રોડક્ટમાં મળે છે.

એડવાન્સ જીવામૃતની વધુ માહિતી માટે અહીંયા વાંચો: કમ્પોસ્ટિંગ બેગમાં પ્રવાહી ખાતર અને જંતુનાશક બનાવવાની પદ્ધતિ

છાશ ના ફાયદા

ફળ આપતાં ઝાડના ફૂલને કેવી રીતે વધારવું?

સામગ્રી :છાશ, નારિયેળ નું પાણી અથવા નારિયેળ નું દૂધ .

પદ્ધતિ :

  • કન્ટેનરમાં 10 લિટર આથેલી છાશ લો અને કન્ટેનરમાં 10 લિટર નારિયેળનું દૂધ ઉમેરો.
  • મિશ્રણ ઉમેર્યા પછી, ઢાંકણને એર ટાઈટ બંધ કરો અને 10 દિવસ સુધી આથો આવવા દો.
  • 10 દિવસ પછી, મિશ્રણ આથો આવી જશે અને ઉપયોગ માટે તૈયાર થઈ જશે.
  • આથેલા મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેનો ઉપયોગ કરતા પહેલા મિશ્રણને સારી રીતે ગાળી લો.
  • સાંજના સમયે મિશ્રણનો છંટકાવ એવી રીતે કરો કે મિશ્રણ પાંદડામાંથી ટપકતું રહે.

ક્યારે ફાયદાકારક સાબિત થાય ?

  • ફૂલોની મોસમ પહેલા મિશ્રણ તૈયાર કરો અને યોગ્ય સમયે તેનો છંટકાવ કરો.આ સોલ્યુશન છોડના વિકાસને વધારવામાં મદદ કરે છે. સારી ઉપજ માટે વર્ષમાં બે વાર આ એપ્લિકેશન ચાલુ રાખો.
  • જંતુઓને ભગાડે છે અને ફંગલ રોગો સામે પ્રતિકાર વધારે છે.
  • આનાથી ફળ આપતા વૃક્ષોના ફૂલોમાં પણ વધારો થાય છે.તે પૌષ્ટિક ફીડ તરીકે કામ કરે છે અને ગહન મોર, મોટા કદના ફળો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

શા માટે છાશ જીવાઅમૃત માં વપરાય છે ?

છાશ માંલેક્ટોબેસિલસ અનેસ્ટેપટોકોકસ નામક બેક્ટેરિયા હાજર હોય છે.

લેક્ટોબેસિલસ અને અન્ય લેક્ટિક એસિડ બેક્ટેરિયા (LAB) નો ઉપયોગ જમીનમાં જન્મેલા પેથોજેન્સને નિયંત્રિત કરવા અને છોડના વિકાસને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે.

LAB એન્ટીબેક્ટેરિયલ અને ફૂગપ્રતિરોધી પદાર્થો ઉત્પન્ન કરી શકે છે જે રોગકારક સૂક્ષ્મજીવાણુઓના વિકાસને અટકાવે છે.

ખેતર માં છાશ ના અન્ય ઉપયોગ :

ખેડૂતનું કામ સહેલું નથી હોતું. તેમણે પણ સખત મહેનત કરવી પડે છે.પાક પર થતા રોગને અટકાવવા માટે લોકો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે.

જો કે ફૂગ, કીટક અને ઈયળ વગેરેના નિયંત્રણ માટે બજારમાં આશરે 700થી 1000 રૂપિયાના ભાવે મળતી જંતુનાશક દવાઓનો હેવી ડોઝ પાક પર છાંટવા છતાં પણ તેમની પર નિયંત્રણ મેળવી શકાતું નથી.

તો છાશને અન્ય કઈ રીતે ખેતર, ગાર્ડન, નર્સરી વગેરે જગ્યા માં અલગ-અલગ રીતે ઉપયોગ માં લઈ શકાય? 

આવો જાણીએ,

  • બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના રોગને દૂર કરી શકાયા છે.
  • આ લેક્ટોપસ બેક્ટેરીયા બીજા બેક્ટેરિયાને મારી નાંખે છે. તેનાથી ફૂગના બેક્ટેરિયા પણ ખતમ થાય છે. તમને એ જાણીને પણ સંતોષ થશે કે, આ છાશની દવાથી મનુષ્યને કોઈ નુકશાન થતું નથી
  • લીંબોળીનું તેલ મિક્સ કરીને ચૂસીયાનો પણ નાશ કરી શકાય છે. છાશ દ્વારા તમને 800 થી 900 લીટર દવા મળે છે.જો પાક પર પ્રાઈકોડર છાંટી હોય તો તેની પર છાશ છાંટવી નહી.
  • દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તુવેરના પાક માટે છાશનો ઉપયોગ કરવામાં આવે છે. તુવેરમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક લીટર છાશ દીઠ 200 ગ્રામ પ્રમાણે આપવામાં આવે છે.
  • ગાયના છાણ, ગૌમુત્ર અને ખાટી છાશ વાપરીને જંતુનાશક ઝેરનો ઉપયોગ કરવાથી મધમાખી આવે છે, અને તેનાથી ફલીનીકરણ વધે છે.
  • ગાયના છાણ અને ગૌમૂત્રથી ટેટી, તરબૂચ, શાકભાજીનું ઉત્પાદન પણ બમણું અને મીઠાશ ચાર ગણી થઇ છે. તેનાથી કેરી, શાકભાજી, ટેટીની મીઠાસ, સુગંધ અને છોડ વેલાનો વિકાસ પણ સારો થાય છે.
  • તમારી જમીન માંખારાશ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાશ નો પ્રયોગ કરી શકાય અને તે માટેખારાશવાળી જમીન માંખાટી છાશ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ઘણા બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.
  • છાશ  જૈવિક ખાતર તરીકે લાભદાયક હોય છે કેમ કે તેમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ પદાર્થો હોય છે. આ પદાર્થો જમીનમાં પોષણ વધારવા અને માટીના જીવાણુઓજને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થાય છે.
  • છાશને જમીનમાં સીધા છંટકાવવાની અથવા અન્ય જૈવિક ખાતરો સાથે મિશ્રિત કરીને ઉપયોગ કરી શકાય છે.
  • છાશ માટીને પાણી જાળવવામાં વધુ સહાય કરે છે, જેથી ગ્રીનહાઉસ ઇફેક્ટને ઘટાડવામાં મદદ મળે છે.
  • છાશમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે છોડના વિકાસ માટે આવશ્યક છે.
  • છાશ જમીનને પાણી જાળવવામાં સહાયતરૂપ બની શકે છે, જે પેદા થતી શુષ્ક અને બિનજળવાયુક્ત પરિસ્થિતિઓમાં ઘણી મહત્વપૂર્ણ છે.
  • છાશ માટીમાં કાર્બનના સ્તરને વધારે છે, જે સંવેદનશીલતામાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ છે. કાર્બનિક બાગકામ માટે છાશ એ એક ઉત્તમ વિકલ્પ છે.
  • પરંતુ, તે તમારા છોડ માટે પોષક તત્વોનો એકમાત્ર સ્ત્રોત ન હોવો જોઈએ. તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા છોડને પોષક તત્ત્વોનો સંતુલિત આહાર મળે, જેના માટે વધારાના ખાતરો અથવા સુધારાની જરૂર પડી શકે છે.

આમ છાશ કૃષિ માં ઉપયોગી છે જ સાથે-સાથે વાલોણાં માં વૈદિક પદ્ધતિ થી વલોવેલી છાશ માનવ શરીર માટે પણ ગુણકારી છે .

Share this entry
  • Share on Facebook
  • Share on X
  • Share on WhatsApp
  • Share on Pinterest
  • Share on LinkedIn
  • Share on Reddit
  • Share by Mail
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Advance Jivamrut Unit

https://www.youtube.com/watch?v=THh-AnvrTUs

Shopping Policies

Privacy

Return & Refunds

Terms & Conditions

Quick Links

Home

About

Contact

Blog

Shop

Address

Vora Kotda Road, Opp. Shitla Mataji Mandir, Gondal, Dist. Rajkot, Gujarat – 360 311

Phone: (+91) 72111 30451

Email: gircowcare@gmail.com

Timing: Mon to Sat: 9.30 AM to 5.45 PM

© Copyright - Anaerobic Composting Bag.
    Scroll to top Scroll to top Scroll to top