સ્પિરુલિના ખેતી: મેળવો નફો અને ટકાઉપણું એક જ પાકમાં
સ્પિરુલિના એ વાદળી-લીલા રંગ ની શેવાળ છે, જે તાજા અને ખારા પાણીમાં ઉગે છે. સ્પિરુલિના પોષક તત્વોથી ભરપૂર છે, અને ઘણા તેને સુપર ફૂડ તરીકે ઓળખે છે. નાસા અનુસાર, તમે જ્યારે 1000 Kg ફળ અથવા શાકભાજી ખાઓ છો,અને જેટલું પોષણ તમને મળે છે એટલું જ પોષણ જ્યારે તમે 1Kg સ્પિરુલિના ખાઓ છો. તેમાં 65%-70% પ્રોટીન હોય છે. ઉચ્ચ પ્રોટીન, વિટામિન, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજો ને કારણે લોકો તેને તેમના આહારમાં લે છે.
જો તમે સ્પિરુલિના તમારા પોતાના વપરાશ માટે અથવા ઉત્પાદન શરૂ કરવા માટે, ઉગાડવા માંગતા હોય તો આ બ્લોગ તમને માર્ગદર્શન આપી શકે છે.
તૈયારીના પગલાં:
યોગ્ય સ્થાન પસંદ કરો:
- ગરમ અને સૂર્યપ્રકાશ વાળા વિસ્તાર પસંદ કરો. 20–35°સે.વચ્ચેના તાપમાનમાં સ્પિરુલિના શ્રેષ્ઠ રીતે વધે છે.
- દરરોજ 8-12 કલાક સૂર્યપ્રકાશ મળે તેની ખાતરી કરો.
- જગ્યા બિન-ક્લોરીનેટેડ પાણી થી સ્વચ્છ હોવી જોઈએ.

ખેતીની ટાંકી અથવા તળાવ બનાવો:
- ટાંકી, સિમેન્ટ થી બનાવેલ તળાવ, પ્લાસ્ટિક-લાઈન વાળા પૂલ અથવા કન્ટેનરનો ઉપયોગ કરો.
- ઊંડાઈ 1-1.5 ફૂટ ના પરિમાણ ની રાખવી; ઉત્પાદન ક્ષમતાના આધારે સપાટીના વિસ્તાર બદલાઈ શકે છે.
- ટાંકી અથવા તળાવ ને તાડપત્રી(tarpaulin sheet)થી આવરિત કરવું.
- ખાતરી કરો કે ટાંકી લીક પ્રૂફ છે અને સપાટ જમીન પર રાખવામાં આવી છે.
વૃદ્ધિ માટે માધ્યમ તૈયાર કરો:
- સ્પિરુલિના ને પોષક તત્વોથી સમૃદ્ધ ચોક્કસ આલ્કલાઇન વાતાવરણની જરૂર છે. તમે સોડિયમ બાયકાર્બોનેટ (NaHCO₃)મિશ્રણ કરીને માધ્યમ તૈયાર કરી શકો છો જે ક્ષાર તત્વો જાળવી રાખે છે અને કાર્બન પ્રદાન કરે છે.
ખેડાણ શરૂ કરો
સ્પિરુલિના મધર કલ્ચર ઉમેરો:
- વિશ્વસનીય સપ્લાયર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની સ્પિરુલિના મધર કલ્ચર ખરીદો.
- તૈયાર કરેલ ટાંકીમાં પોષક માધ્યમ અને મધર કલ્ચર ઉમેરો.
- શ્રેષ્ઠ વૃદ્ધિ માટે ખાતરી કરો કે પાણીનું તાપમાન 30–35° વચ્ચે રહે.
વૃદ્ધિનું નિરીક્ષણ કરો:
- માધ્યમ ને હલાવવું: શેવાળને સ્થાયી થવા થી અટકાવવા માટે આંદોલન પેડલ અથવા એર પંપ નો ઉપયોગ કરીને દિવસમાં 2-3 વખત માધ્યમને હલાવો.
- પ્રકાશ: યોગ્ય સૂર્યપ્રકાશની ખાતરી કરો અથવા LED ગ્રોથ લાઇટનો ઉપયોગ કરો.
- પાણીની ગુણવત્તા: યોગ્ય ક્ષારતા(pH 8-11) તપાસો અને ખાતરી કરો કે કોઈ દૂષણ નથી.
- pH મીટર વડે pH માપો અને જો જરૂરી હોય તો સોડિયમ બાય કાર્બોનેટ નો ઉપયોગ કરીને તેને સમાયોજિત કરો.
- તાપમાન અને પોષક તત્વોનું સ્તર જાળવી રાખો.
દૂષણ અટકાવો:
- ટાંકીમાં બાહ્ય શેવાળ, ફુગ અથવા સૂક્ષ્મજીવો દાખલ ન થાય તેનું ધ્યાન રાખો.
- ટાંકીને કચરો અથવા જંતુઓથી બચાવવા માટે બારીક જાળીદાર કવરનો ઉપયોગ કરો.
લણણી માટે નો તબક્કો:
- સામાન્ય રીતે શરૂઆતના 2-3 અઠવાડિયા પછી જ્યારે પાણી ઘાટા લીલા રંગ નું થઈ જાય ત્યારે સ્પિરુલિના લણણી માટે તૈયાર છે
- સ્પિરુલિના ને તૈયાર કરેલ માધ્યમથી કાઢવા માટે બારીક જાળીદાર કાપડ અથવા ફિલ્ટર નો ઉપયોગ કરો.
અશુદ્ધિઓ અને વધારાનું માધ્યમ દૂર કરવા માટે લણણી કરેલ સ્પિરુલિના ને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.
લણણી પછીની પ્રક્રિયા:
- સ્પિરુલિના ને સ્વચ્છ, છાંયડાવાળી સપાટી પર સુકાવવા માટે ફેલાવો અથવા સોલર ડ્રાયર/ફૂડ ડિહાઇડ્રેટ મશીન નો ઉપયોગ કરો.
- પોષક તત્વો ને બચાવવા માટે વધુ પડતી ગરમી ટાળો.
પાવડરિંગ અથવા પેકેજિંગ:
- એકવાર સુકાઈ જાય પછી, સ્પિરુલિના ને પાવડર માં પીસી લો અથવા તેને ગોળી, ફ્લેક્સ અથવા પેસ્ટ માં બનાવો.
- તાજગી જાળવવા માટે ઉત્પાદનને એરટાઈટ કન્ટેનરમાં પેક કરો.
માધ્યમ નું રિસાયક્લિંગ:
- લણણી કર્યા પછી, બચેલા માધ્યમને તાજા પોષક તત્વોથી સમૃદ્ધ કરી શકાય છે અને આગામી ખેતી માટે ફરીથી ઉપયોગ કરી શકાય છે.
- પોષક તત્વોની ઉણપ ને રોકવા માટે નિયમિતપણે માધ્યમ 20-30% બદલો.
સ્પિરુલિના ખેતી માટેની તાલીમ:
ભારત સરકાર, વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થા સ્પિરુલિના ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાલીમ કાર્યક્રમો પ્રદાન કરે છે.
- ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI), નવી દિલ્હી: આપ્રોગ્રામ સ્પિરુલિના બાયોમાસ માંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનોની ખેતી, પ્રક્રિયા અને વિકાસમાં સહભાગીઓ ને તાલીમ આપે છે. તેનો હેતુ માર્કેટિંગ ક્ષમતાને વધારવા પ્રોત્સાહન આપવાનો છે.
- તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી (TNAU), કોઇમ્બતુર: આસ્પિરુલિના ની ખેતી ની તકનીકો, પ્રક્રિયાઓ પદ્ધતિઓ અને મૂલ્યવર્ધન ને આવરી લેતો તાલીમ કાર્યક્રમ છે. આ કોર્સમાં સૈદ્ધાંતિક અને વ્યવહારુ બંને સત્ર નો સમાવેશ થાય છે.
- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ એજ્યુકેશન (CIFE), મુંબઈ: આ પ્રોગ્રામ સ્પિરુલિના બાયોમાસ ઉત્પાદન અને વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં તેના ઉપયોગ માટે વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરે છે.
- સેવા એજ્યુકેશનલ સોસાયટી: તે સ્પિરુલિના ની ખેતીમાં રસ ધરાવતી વ્યક્તિઓ માટે મફત ટેકનોલોજી ટ્રાન્સફર અને તાલીમ ઓફર કરે છે, તેનો ઉદ્દેશ્ય ગામડાના વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પ્રણાલી ને સમર્થન આપવાનો છે. વધુ માહિતી માટેઅહી ક્લિક કરો
- સ્પિરુ સ્વસ્થ, સુરત, ગુજરાત: માંગરોળ, સુરતમાં તેની ઉત્પાદન સુવિધા ખાતે પ્રાયોગિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે. આ તાલીમમાં માર્કેટિંગ સપોર્ટ સાથે સ્પિરુલિના ખેતીના વ્યવહારુ નિદર્શનો નો સમાવેશ થાય છે. આ માટે વધુ માહિતી અહી ક્લિક કરો.
સ્પિરુલિના ખેતીના ફાયદા
- સ્પિરુલિના તેના સમૃદ્ધ પોષક રૂપરેખા ને કારણે “સુપરફૂડ” ગણવામાં આવે છે. તે ખાદ્ય સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ, સૌંદર્ય પ્રસાધનો અને પશુ આહારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
- પરંપરાગત પાકોની સરખામણીમાં સ્પિરુલિના ખેતીમાં ન્યૂનતમ સંસાધનોની જરૂર પડે છે. સોડિયમ બાયકાર્બોનેટ, યુરિયા અને અન્ય ખનિજો જેવા સરળ પોષક તત્વોની જરૂર પડે છે.
- સ્પિરુલિના ખેતી ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણ માં ફાળો આપે છે.
- આ ખેતી ખૂબ જ ઓછો કચરો પેદા કરે છે અને તેને જંતુનાશકો કે હર્બિસાઇડ્સ ની જરૂર પડતી નથી.
ઉચ્ચ આર્થિક સંભાવના
સ્પિર્યુલિનાની ખેતી તેની વૈવિધ્યતા અને સ્વાસ્થ્ય લાભો ને કારણે બજારમાં પુષ્કળ માંગ ધરાવે છે.
- બજારની માંગ: આરોગ્ય પૂરક, સૌંદર્ય પ્રસાધનો અને ફૂડ એડિટિવ તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
- મૂલ્ય ઉમેરણ: તેની બજાર કિંમત માં વધારો કરવા માટે ગોળી, પાવડર અથવા ખાદ્ય ઉત્પાદનમાં પ્રક્રિયા કરી શકાય છે.
- નિકાસની તકો: વૈશ્વિક બજારોમાં ઉચ્ચ માંગ છે ખાસ કરીને યુએસએ, યુરોપ અને એશિયા માં.
- ઉત્પાદનની ઓછી કિંમત: સ્પિરુલિના ખેતીમાં ઘણી કૃષિ પેદાશોની સરખામણીમાં ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે.
સમાપન
યોગ્ય તાલીમ સાથે, ગુણવત્તા નિયંત્રણ અને માર્કેટિંગ વ્યૂહરચના સ્પિરુલિના ફાર્મિંગ લાંબા ગાળાની નફાકારકતા અને વૈશ્વિક બજાર ની તકો પૂરી પાડી શકે છે. જેમ જેમ છોડ આધારિત પોષણ અને ટકાઉ ખાદ્ય ઉત્પાદન ની જાગૃતિ વધે છે તેમ, સ્પિરુલિના ખેતી ભવિષ્ય માટે તૈયાર, ઉચ્ચ-મૂલ્ય વાળું કૃષિ સાહસ છે. સ્પિરુલિના ખેતી એક ટકાઉ અને નફાકારક કૃષિ તક આપે છે, જે ખેડૂતો અને પર્યાવરણ બંને ને લાભ આપે છે. તે ને વિશાળ વિસ્તાર માં ઉપયોગ સાથે ઓછા સંસાધનો ની જરૂર પડે છે. સ્પિરુલિના વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, કુપોષણ અને પર્યાવરણીય પડકારોને સંબોધવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!